દિવ્યાંગ સાધન સહાય યોજના-divyang-sadhan-sahay-yojna

 

દિવ્યાંગ સાધન સહાય યોજના

          દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગ લોકોને સરકાર દ્વ્રારા વિવિધ સહાય આપવામાં આવે છે.


વધુ dekhalo: - શાળા યુનિફોર્મ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 



દિવ્યાંગ સાધન સહાય યોજના ની શરૂઆત.

         આ યોજનાની શરૂઆત ભુતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ મારફત તારીખ: 10/04/1970 થી અમલમાં આવેલ છે.


વધુ dekhalo:-  મધ્યાહન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


દિવ્યાંગ સાધન સહાય યોજના નો મુખ્ય હેતુ.

            આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે સર્વ સમાજની સાથે દિવ્યાંગ વ્યક્તિને સમાજની મુખ્ય ધારામાં લાવવો. દિવ્યાંગ વ્યક્તિને જરૂરી ઘટતા સાધનો ઉપલબ્ધ કરાવી તેને આર્થિક રીતે મદદરૂપ થવું. તેમને નાના મોટા ધંધા રોજગાર થાય અને થોડી ઘણી કમાણી થાય તો તે આર્થિક રીતે પગભર થઈ શકે.


વધુ dekhalo:-  કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

·         યોજનાનો લાભ નીચે મુજબ મળવાપાત્ર છે.

1. અરજદારની ઉમર 5 થી 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.

2.  21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા અને 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ.

3. ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.

4. આવક મર્યાદા લાગુ પડતી નથી.

·          

દિવ્યાંગ સાધન સહાય યોજના-divyang-sadhan-sahay-yojna
દિવ્યાંગ સાધન સહાય યોજના


વધુ dekhalo:- સરકારની તમામ આવાસ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


દિવ્યાંગ સાધન સહાય યોજના માં કેટલો લાભ મળે?

દિવ્યાંગ સાધન સહાય યોજના માં નીચે મુજબનો લાભ મળે .

  1.  દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને કૃત્રિમ અવયવ માટે પગેથી સરખી રીતે ચાલી શકાય તેમાટે ઘોડી, અને બુટ( કેલિપર્સ ), ત્રણ પૈડાંવાળી સાયકલ, બે પૈડાંવાળી સાયકલ, વ્હીલચેર મળવાપાત્ર થાય છે.
  2. આ લોકો સ્વમાનભેર જીવી શકે તે માટે હાથલારી, સિલાઈ મશીન, મોચી કામ માટેના સાધનો, સુથારી કામ માટેના સાધનો, ઇલેક્ટ્રીક રિપેરિંગ, કોમ્પ્યુટર રિપેરિંગના સાધનો, ભરત-ગૂંથણ મશીન, એમ્બ્રોઇડરી મશીનના વગેરે સાધનો મળે છે.
  3. જે વ્યક્તિ કાનેથી સાંભળી શકતો ન હોય તેવા શ્રવણમંદ વ્યકતી માટે હિયરિંગ એઈડ, તેમજ અન્ય સાધન સહાય.
  4. ઉપરોક્ત સાધન સહાય માટે રૂ. 20,000/- ની મર્યાદામાં આપવામાં આવે છે.

·          



આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી ?

  1. આના માટે અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાથી વિનામુલ્યે આપવામાં આવશે.
  2. અરજીપત્રક ભરી ઉપરની જણાવેલી કચેરીમાં જમા કરવાનું રહેશે.

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ?

  • નીચે મુજબના ડૉક્યુમેન્ટ જોઈએ.
    • ઉમરનો પુરાવો રજૂ કરવાનો રહેશે.
    • આધારકાર્ડની નકલ
    • સ્વ-રોજગારી માટે અનુભવ કે તાલીમનો દાખલો.
    • દિવ્યાંગતા તબીબી પ્રમાણપત્ર ( 40% દિવ્યાંગતા ધરાવતું )
    • બેન્ક પાસબુકની નકલ
    • આવકનો દાખલો ( સક્ષમ અધિકારીનો- તાલુકા વિકાસ અધિકારી કે મામલતદારનો )



દિવ્યાંગ સાધન સહાય યોજનામાં થયેલ સુધારાઓ.

                  જ્યારે આ યોજનાચાલુ થઈ ત્યારે સાધન સહાય માં માત્ર 10,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. પરંતુ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા આ રકમ વધારી 20,000 કરી દેવામાં આવી હતી.

                 પહેલા આના માટે જરૂરી એવું વિકલાંગતા પ્રમાણપત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાથી મળતું હતું, અથવા ત્યાં કઢાવવા જવું પડતું હતું, પરંતુ હવેથી એટલેકે 2019 થી તે જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલમાથી કાઢી આપવામાં આવશે. જેથી દરેક દિવ્યાંગ વ્યક્તિને વધુ હેરાન-પરેશાન થવું ન પડે.

                    દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને તેના જીવનમાં બે વસ્તુની જરૂરિયાત રહેતી હોય છે, તેમાં એક છે પોતાની આજીવિકા માટે કોઈ નાનો મોટો ધંધો અને બીજું તેની શારીરિક અસમર્થતા માટે જરૂરી સાધનો. આ બંને વસ્તુઓનો આ યોજનામાં સમાવેશ કરી સરકાર દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનોને મદદરૂપ થવા માટે એક પ્રયાસ કરેલો છે. ત્યારબાદ તેમાં સુધારા વધારા પણ કરેલા છે.

 

વધુ dekhalo:-  શૌચાલય બનાવવાની યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું