ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઇન-corona guideline in gujarat

 

ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઇન હમણાં તારીખ : 12/04/2021 ના રોજ બહાર પાડવામાં આવી છે. આવો જાણીએ શું છે આ ગાઈડલાઇન?


ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઇનનો પરિપત્ર :


                 ગુજરાત સરકારે તારીખ : 12/04/2021 ના રોજ નોવેલ કોરોના વિશે પરિપત્ર જાહેર કરેલો છે. આ પરિપત્ર મારફત હુકમ કરેલો છે.


ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઇન-corona guideline in gujarat
ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઇન-corona guideline in gujarat


ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઇન નો હુકમ :-


    નોવેલ કોરોના વાયરસ ( COVID-19 ) ને WHO દ્વ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સબંધમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.


આ પણ જુઓ.કસ્તુરબા પોષણ સહાય યોજના અહી ક્લિક કરો 


  જે માર્ગદર્શીકાઓ નીચે મુજબ છે.

 • રાજયમાં COVID-19 ની અસર કેટલાક શહેરોમાં વધારે વર્તાઇ રહી છે. જે અંગે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરેલ છે.

 • પુખ્ત વિચારણને અંતે રાજ્ય સરકારે નીચે મુજબની બાબતો અમલમાં મૂકવા નિર્ણય કરેલ છે.

વધુ dekhalo:-  વ્હાલી દીકરી યોજના જાણવા અહી ક્લિક કરો. 

 • તારીખ :- 14/04/2021 થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં કે ખુલ્લી જગ્યામાં 50 ( પચાસ ) થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં.

 • જે શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુના સમયની અવધિ દરમિયાન લગ્ન સમારંભ યોજી શકશે નહીં.

 •  મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ/ઉત્તરક્રિયામાં 50 ( પચાસ ) થી વધારે વ્યક્તિ એકત્ર થઈ શકશે નહીં.

 • જાહેરમાં રાજકીય/સામાજિક/ધાર્મિક/કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

 • એપ્રિલ તથા મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઈ શકશે નહીં.

 • તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે.

આ પણ જોઈલ્યો:-   સુકન્યા સમૃધ્ધિ યોજના અહી ક્લિક કરો. 

 • સરકારી,અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી રાખવાની રહેશે અથવા alternate day એ કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિચ્છિત કરવાની રહેશે.

 • આવશ્યક સેવાઓને આ જોગવાઇઓ લાગુ પડશે નહીં.

 • રાજયના તમામ ધાર્મિક સ્થાનો તા.: 30/04/2021 સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો કહતેની દૈનિક પુજા/વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહ ભર્યું છે. શ્રધ્ધાળુંઓને પણ ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે.

વધુ dekhalo:- ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ નો અમલ શરૂ.. જોવા માટે અહી ક્લિક કરો. 

 • ગૃહ વિભાગના સમાનક્રમાંકના તા.: 06/04/2021 ના હુકમથી આપવામાં આવેલ અન્ય સૂચનાઓ યથાવત રહે છે.

 • આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શન સૂચનોનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 • આ હુકમનુ અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવાનું રહેશે.

વધુ dekhalo:-  કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 

આ નિયમોના ભંગ બદલ શું કાર્યવાહી થશે ?


                   આ હુકમના ભંગ બદલ " ધ એપિડેમીક ડિસિસ એક્ટ 1897 " અન્વયે " ધ ગુજરાત એપીડેમીક ડિસિસ કોવિડ-19 રેગ્યુલેશન, 2020 " ની જોગવાઇઓ, ઇન્ડિયન પિનલ કોડ ની કલમ 188 તથા " ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ " ની જોગવાઇઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

 

 

1 ટિપ્પણીઓ

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

 1. The Most Successful Sites for Crypto, Casino & Poker - Goyang
  Goyang Casino & Poker is one of the https://deccasino.com/review/merit-casino/ most famous https://deccasino.com/review/merit-casino/ and well known gri-go.com crypto gambling sites, founded in 2012. They are popular because of goyangfc.com their septcasino great

  જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment

વધુ નવું વધુ જૂનું