મ્યુકરમાયકોસીસ રોગ શું છે ? | what is mucormycosis ?

મ્યુકરમાયકોસીસ રોગ શું છે ? what is mucormycosis ? તેની સંપૂર્ણ જાણકારી આપને મળશે આ આર્ટિક્લમાં.

મ્યુકરમાયકોસીસ રોગ શું છે ? | what is mucormycosis ?
મ્યુકરમાયકોસીસ રોગ 



મ્યુકરમાયકોસીસ રોગ વિશેની તમામ માહિતી જેમાં નીચેના મુદ્દાઓ સામેલ છે.

  1. મ્યુકરમાયકોસીસ રોગ શું છે ? what is mucormycosis ?

  2. કેવી રીતે થાય છે આ રોગ ? 
  3. કેવા લોકોને થાય છે આ રોગ ?
  4. મ્યુકરમયકોસીસ રોગ ના લક્ષણો શું છે ?
  5. મ્યુકરમયકોસીસ રોગની આડઅસરો શું છે ? અથવા આ રોગ થાય તો શું થાય ?
  6. આ રોગની સારવાર કેવી રીતે થાય છે ?
  7. મ્યુકરમાયકોસીસ રોગથી બચવાના ઉપાયો શું છે.? અથવા આ રોગથી બચવા શું કરવું ?
  8. મ્યુકરમાયકોસીસ રોગ થયો છે કે નહીં ? તેની ખબર કેમ પડે ?
  9. આ રોગના સ્ટેજ કેટલા છે ? 


ચાલો જાણીએ એક પછી એક મુદ્દાઓ અને આ રોગથી પરિચિત થઈએ.



મ્યુકરમાયકોસીસ રોગ શું છે ? what is mucormycosis ?


આ રોગ ઘણો જૂનો રોગ છે. પરંતુ હાલની પરિસ્થિતી પ્રમાણે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ એક પ્રકારની જાયગોસિસ નામની ફુગથી થતો રોગ છે. આ રોગ એક પ્રકારના ફંગસ એટલે કે તેના સૂક્ષ્મકણો થી થતો રોગ છે.


મ્યુકરમાયકોસીસ રોગ હાલના સમયમાં ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ રોગના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. પણ સમયસર ની કાળજી અને આ રોગ વિશેની જાણકારી થી તથા ડોકટર પાસેથી યોગ્ય સારવાર કરાવવાથી આ રોગને મટાડી શકાય છે.


વધુ જાણો : કસ્તુરબા પોષણ સહાય યોજના


કેવી રીતે થાય છે મ્યુકરમાયકોસીસ રોગ ?


આ રોગ એક ફુગથી થતો રોગ છે. તે ફૂગ એટલે જાયગોસિસ. આ જાયગોસિસ નામની ફૂગના ફંગલ અથવા તેના સૂક્ષ્મકણો આપણાં વાતાવરણમાં પ્રસરતા હોય છે.


વાતાવરણમાથી આ કણો નાક મારફત શરીરની અંદર જતાં હોય છે. બીજી રીતે કે આપણને ચામડીમાં ઊંડો ઘા થયો હોય કે ઇજા થઈ હોય, ત્યારે પણ આ સૂક્ષ્મકણો આ ઇજાના ભાગેથી શરીરમાં રસ્તો બનાવી પ્રસરતા હોય છે.


જ્યારે આ સૂક્ષ્મકણો નાક મારફત શરીરમાં આવે ત્યારે નાકમાં શ્લેષ્મ નો સ્ત્રાવ કે નાકમાથી પાણી પડવા માંડે છે. નાકની ઉપરની બાજુઓ પર કાળા ડાઘ પડવા માંડે છે. આ નાકમાથી આ સૂક્ષ્મકણો આંખ સુધી પહોચતા હોય છે. આંખમાં પહોચતા આંખને મોટા પ્રમાણમા નુકશાન કરે છે. આ રોગમાં આંખોનું નુકશાન વધારે પ્રમાણમાં જોવામાં આવ્યું છે. સમયસર સારવાર ન લેવામાં આવે તો આ ફંગલ કે સૂક્ષ્મકણો આંખમાથી મગજ સુધી પહોચે છે.  

  

વધુ જાણો : સુકન્યા સમૃધ્ધિ યોજના


મ્યુકરમાયકોસીસ રોગ ના લક્ષણો શું છે ?



નીચે મુજબના લક્ષણો દર્દીમાં જોવા મળે છે.


  • શરૂઆતમાં શરદી અને માથામાં દુખાવો થાય છે.

  • નાકમાં ગાંઠ થઈ હોય તેવો અહેસાસ થાય છે. આ તેનું મુખ્ય લક્ષણ છે.

  • ચહેરા પર એકબાજુ સોજો આવી જવો.

  • નાક પર કાળા ડાઘ પડવા.

  • મોમાં ક્યારેક રસી અને છાલા પડી જવા.

  • ત્વચાનું સંવેદન ખતમ થઈ જવું. આંખના નીચેના ભાગમાં દુખાવો થવો.

  • ક્યારેક દાંત પણ હલવા માંડે.


કેવા લોકોને થાય છે આ રોગ ?


  • આ રોગ ઓછી રોગ પ્રતિકારક્ષમતા ધરાવતા લોકોને સૌથી વધુ પ્રમાણમા થાય છે.

  • શરીરમાં WBC નું પ્રમાણમા ઓછું હોય તેમને આ રોગ થાય છે.

  • ડાયાબિટીસ, એઇડ્સના દર્દી, કેન્સરના દર્દી, અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું હોય તેવા દર્દી, બ્લડપ્રેશરના દર્દી, વારંવાર સ્ટીરોઈડ લેતા દર્દી. આ બધામાં આ રોગ થવાની શક્યતાઓ વધુ છે કેમકે આ દર્દીઓમાં રોગ પ્રતિકારકક્ષમતા ઓછી હોય છે.

  • કોરોનાની સારવાર લઈ રહેલ દર્દી, તેમજ સારવાર લઈ સાજા થયેલ વ્યક્તિઓમાં પણ આ રોગ થવાની સંભાવના વધુ હોય છે.

  • શરીરમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય.



મ્યુકરમાયકોસીસ રોગની આડઅસરો શું છે? અથવા આ રોગ થાય તો શું થાય ?


આ રોગની આડઅસરો નીચે આપેલી માહિતી મુજબ છે.


  • આ રોગ માં તેના ફંગલ કે સૂક્ષ્મકણો નાકમાથી આંખ સુધી પહોચતા હોવાથી અંધાપો આવવાની શક્યતાઓ આવેલી છે.

  • નાકમાથી આંખ સુધી અને આંખથી મગજ સુધી પ્રસરે છે. જો મગજ સુધી પહોચી જાય તો બચવાની શક્યતાઓ ઓછી છે.

  • આ રોગ નાકમા પહોચે ત્યારે તે નાકમાં રહેલા હાડકાને કોરી ખાય છે.

  • દર્દીના શરીરમાં કેન્સર કરતાં પણ વધુ ઝડપથી પ્રસરે છે.


મ્યુકરમાયકોસીસની સારવાર કેવી રીતે થાય છે ?


ડોક્ટરની સલાહ મુજબ :

1. આ ફંગલ ઇન્ફેક્શન થતાં એન્ટિફંગલ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે.


2. બાયોપ્સી અને એન્ટિફંગલ ટ્રીટમેન્ટ શરૂ કરવી જરૂરી છે.


3. કેટલાક કિસ્સાઓમાં પ્લાસ્ટિક સર્જરી પણ કરવી જરૂરી છે.


4. ડોકટરની સલાહ મુજબ CT SCAN  (સીટી સ્કેન) અને MRI ( એમ.આર.આઇ ) રિપોર્ટ દ્વારા આ રોગ શરીરના કેટલા ભાગમાં અને ક્યાં ભાગમાં છે? તે શોધી શકાય છે.


5. ICMR (આઇ.સી.એમ.આર ) ની ગાઈડલાઇન મુજબ લાઈપોસોમલ એંફોટેરીસિન બી ઈંજેક્ષન   ( LIPOSOMAL AMPHOTERICIN B INJECTION ) લેવી જોઈએ. આ દવા કામ ન આપે તો કેસપોફંગીન તેની સાથે આપી શકાય.

વધુ જાણકારી માટે આ વેબસાઇટ ની મુલાકાત લો. અહી ક્લિક કરો.

મ્યુકરમાયકોસીસ રોગ થી બચાવાના ઉપાયો શું છે ? અથવા આ રોગથી બચવા શું કરવું ?


નીચે આપેલી માહિતીનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો આ રોગથી બચી શકાય છે.


  • લોકોએ માસ્ક અવશ્ય પહેરવું. કેમકે આ રોગના સૂક્ષ્મકણો કે ફંગલ નાક મારફત શરીરમાં પ્રવેશતા હોય છે.

  • ડોકટરની સલાહ મુજબ રોગપ્રતિકારક દવાઓ લેવી.

  • ભેજવાળા વાતાવરણ અને AC થી દૂર રહેવું.

  • આ બીમારીની જાણ થતાં કે લક્ષણ જાણતા ડોકટર પાસે જવું.

  • એન્ટિફંગલ દવાઓ અને રોગપ્રતિકારક શક્તિ વધે તેવી દવાઓ ડોક્ટરની સલાહ મુજબ લેવી.

  • રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેવા લોકોએ માટી કે ધૂળ ના સંપર્કમાં ઓછું આવવું.

  • આપણી ચામડી પર કોઈ મોટી ઇજા કે ઊંડો ઘા થાય ત્યારે તરતજ સાબુથી અને પાણીથી ધોઈ નાખવો.  



આ રોગ થયો છે કે નહીં તેની ખબર કેમ પડે ?


નીચે મુજબ આપેલ માહિતી અન્વયે ખબર પડી શકે છે.


  • ઉપર મુજબના લક્ષણો આપેલા છે તેની જાણ થતાં ડોકટરની પાસે જવું જોઈએ.

  • ડોકટરની સલાહ મુજબ બાયોપ્સી , કલચર રિપોર્ટથી આ રોગ વિશેની જાણકારી મેળવી શકાય છે.


મ્યુકરમાયકોસીસ રોગના કેટલા સ્ટેજ છે ?


આ રોગના નીચે મુજબના 4 સ્ટેજ છે.


  1. પહેલું સ્ટેજ : નાકમાં ફંગસ થાય છે.

  2. બીજું સ્ટેજ : તાળવામાં ફંગસ થાય છે.

  3. ત્રીજું સ્ટેજ : આંખ પ્રભાવિત થાય છે.

  4.  ચોથુ સ્ટેજ : મગજ સુધી ફંગસ પહોચી જાય છે.


મ્યુકરમાયકોસીસ રોગ વિશેની મળતી માહિતી મુજબ આંકડાઓ


  • આ રોગથી વિશ્વમાં મૃત્યુદર 50 % છે.

  • આપણાં ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને વડોદરા માં આ રોગના ઘણા દર્દીઓ જોવા મળી રહ્યા છે. જેમાના ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં 4 મહિના પહેલા 44 દર્દીમાથી 9 દર્દીના મૃત્યુ આ રોગથી થયેલા છે.

  • રાજકોટમાં પણ 300 થી પણ વધારે કેસો જોવા મળ્યા છે.

 

 


 

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું