વ્હાલી દીકરી યોજના-vhali-dikri-yojna

 વ્હાલી દીકરી યોજના નું ફોર્મ અને  યોજનાના નિયમો બહાર પડી .

 

ગુજરાતનાં નાણામંત્રી શ્રી અને હાલના ઉપ મુખ્યમંત્રીશ્રી  નીતિનભાઈ પટેલએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરેલ,આ બજેટમાં સૌથી વધુ ચર્ચામાં જે લાભની સ્કીમ છે તે છે વ્હાલી દીકરી માટેની સરકારી યોજના.છેલ્લા ઘણા વર્ષોથી સરકારો હવે ઘટતી જતી કન્યાઓની સંખ્યા માટે જાગૃત બની છે, ગુજરાતની બાજુમાં આવેલ રાજ્ય મધ્યપ્રદેશમાં પણ કમલનાથ સરકાર બનતાની સાથે જ દીકરીઓના કન્યાદાનની રકમ 25000થી સીધી 51000 કરી ઉપરાંત કન્યા શિક્ષણ માટે પણ કદમ ઉઠાવ્યા ત્યારે  ગયા બજેટમાં સરકારે જે સ્કીમની વાત કરી તેની આજે વાત કરીએ. 

 

વ્હાલી દીકરી યોજના  ના નિયમોનો વિગતવાર પરિપત્ર અને ફોર્મ બહાર પડી ગયેલ છે. 

વ્હાલી દીકરી યોજનાનો લાભ કોને અને ક્યાથી મળશે.?

વ્હાલી દીકરી યોજના માં લોકોને શું લાભ મળશે ?


1) દીકરી ધોરણ.1 માં પ્રવેશ મેળવશે ત્યારે રૂ.4000 નો પ્રથમ હપ્તો મળવાપાત્ર 
2) દીકરી ધોરણ.9 માં પ્રવેશ મેળવશે ત્યારે રૂ.6000 નો બીજો હપ્તો મળવાપાત્ર 
3) દીકરી 18 વર્ષની થશે ત્યારે રૂ.1 લાખ મળવાપાત્ર 
4) દીકરી પુખ્ત વયની થતાં ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય 

વ્હાલી દીકરી યોજનાનો લાભ ?

  • ગુજરાતમાં વસતા પરિવારો કે જેઓના પહેલા બે બાળકો પૈકીની દીકરીઓને લાભ મળવાપાત્ર 
  • જેમની વાર્ષિક આવક રૂપિયા 2 લાખ સુધીની હશે તેવા કુટુંબોને યોજના હેઠળ આવરી લેવાશે. 

વ્હાલી દીકરી યોજના  યોજનાનો લાભ  ક્યાથી મળશે ?

  1. ગુજરાત લેવલે : મહિલા અને બાળ વિકાસ કમિશનરશ્રીની કચેરી, બ્લોક નં.20 ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર 
  2. જિલ્લા લેવલે : મહિલા અને બાળ વિકાસ કમિશનરશ્રીની કચેરી.
  3. તાલુકા લેવલે : તાલુકા પંચાયત કચેરીમાં. મહિલા અને બાળ વિકાસ કચેરી .
  4. ગ્રામ્ય લેવલે : આંગણવાડી શાખા

વ્હાલી દીકરી યોજના માટે  ડૉક્યુમેન્ટ શું જોઇએ ?
  • લાભાર્થી દીકરીના માતા પિતા ની સંયુક્ત આવક અંગેનો મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઈપણ એકનો દાખલો 
  • લાભાર્થી દીકરીના માતા પિતા ની ઉમર અંગેનું શાળા છોડયાનું પ્રમાણપત્ર / જન્મનો દાખલો ( PHC / સિવિલ સર્જન પૈકીના કોઈપણ એકનો દાખલો )
  • લાભાર્થી દીકરીના આધારકાર્ડની નકલ (જો હોય તો)
  • લાભાર્થી દીકરીના માતા પિતા ની આધારકાર્ડ ની નકલ 
  • અરજદારના રેશનકાર્ડની નકલ 
  • લાભાર્થી દીકરીના બેન્ક પાસબુક ની નકલ ( જો હોય તો નહિતર માતા પિતા ની બેન્ક પાસ બૂક ચાલશે )

મધ્યાન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો.


 

1 ટિપ્પણીઓ

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

  1. અજ્ઞાત1/17/2022 9:06 PM

    All Slots Online Casino sbobet ทางเข้า sbobet ทางเข้า 10bet 10bet 189GOLD CASINO - 10 EUR + 10 EUR + 20 FREE SPINS - Online

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment

વધુ નવું વધુ જૂનું