કસ્તુરબા પોષણ સહાય યોજના-kasturba poshan sahay yojna

 

કસ્તુરબા પોષણ સહાય યોજના-kasturba poshan sahay yojna

કસ્તુરબા પોષણ સહાય યોજના આપણાં રાજયમાં કુપોષિત બાળકો તેમજ એનીમિયાની બીમારી નાબૂદ કરવા માટે લાવવામાં આવેલ છે.

પ્રસ્તાવના :-

રાજયમાં કુપોષણ અને એનીમિયાથી થતી બીમારી, માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવા આ યોજના બનાવવામાં આવી છે.

સગર્ભા અને બાળકને પૂરતું પોષણ મળી રહે તે માટે કસ્તુરબા પોષણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.


કસ્તુરબા પોષણ સહાય યોજના નો ઇતિહાસ :

કસ્તુરબા પોષણ સહાય યોજના-kasturba poshan sahay yojna
કસ્તુરબા પોષણ સહાય યોજના-kasturba poshan sahay yojna


વધુ dekhalo:-  મધ્યાહન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 

       ગુજરાતમાં બાળમૃત્યુદર, માતા મૃત્યુદર અને એનીમિયામો દર ઘટાડવા માટે ગુજરાત સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.


         ગુજરાત રાજ્યમાં બાળકોમાં કુપોષણનો દર રાષ્ટ્રીય દરની તુલના કરતાં વધારે જોવા મળેલ હતો. જે નીચે મુજબનો હતો.


  1. દેશના 5 વર્ષના ઓછું વજન ધરાવતા બાળકોનો દર 42 %,
  2. ઓછી ઉંચાઇ ધરાવતા બાળકોનો દર 48%
  3. ઊંચાઈની તુલનામાં ઓછું વજન ધરાવતા બાળકોનો દર 20%

જ્યારે ગુજરાત રાજ્યમાં ઉપર જણાવેલ પોઇન્ટમાં નીચે મુજબનો હતો.


  • દેશના 5 વર્ષના ઓછું વજન ધરાવતા બાળકોનો દર 45 %,
  • ઓછી ઉંચાઇ ધરાવતા બાળકોનો દર 52%
  • ઊંચાઈની તુલનામાં ઓછું વજન ધરાવતા બાળકોનો દર 19%

વધુ dekhalo:-  કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


                  નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-3 ( NHFS-3,2005/06 ) ના રિપોર્ટ મુજબ એનીમિયાનું પ્રમાણ પુરુષો ( 22% )( 2019/20 માં 21.6% ) કરતાં સ્ત્રીઓમાં ( 66% )( 2019/20 માં 65% ) માં વધારે છે.


            એનીમિયાનો સૌથી ઊંચો દર સ્ત્રીઓમાં તરુણાવસ્થામાં, ગર્ભવતી સ્ત્રીઓમાં અને બાળકોમાં જોવા મળેલ હતો. જે જીવનચક્રની સમસ્યાની સૂચક છે. પછાત જિલ્લાઓમાં એનીમિયાનો દર સ્ત્રીની તરુણાવસ્થામાં ( 74% ) માં અન્ય કરતાં 56 % વધુ જોવા મળેલ છે.


              રાજયમાં કુપોષણ અને એનીમિયાથી થતી બીમારી અને મૃત્યુના દરમાં ઘટાડો કરવાના આશયથી સૌપ્રથમ રાજ્યના 12 આદિવાસી જિલ્લાઓમાં કુપોષણ અને એનીમિયાથી થતી બીમારી અને મૃત્યુના દરમાં ઘટાડો કરવા માટે કસ્તુરબા પોષણ સહાય યોજના લાવવામાં આવી છે.


વધુ dekhalo:- સરકારની તમામ આવાસ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો.

              ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ નં.2451-009210-FPW,B1, સચિવાલય ગાંધીનગર, તારીખ: 07/04/2009 થી " ગુજરાત ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિશન પ્રોજેકટ ( G.I.N.P ) વિથ સ્પેશિયલ ફોકસ ઓન એનીમિયા " નું અમલીકરણ કરવામાં આવેલ.કસ્તુરબા પોષણ સહાય યોજનામાં અત્યાર સુધી થયેલ સુધારાઓ :-


 વધુ dekhalo:-  વ્હાલી દીકરી યોજના જાણવા અહી ક્લિક કરો. 

કસ્તુરબા પોષણ સહાય યોજના માં અત્યાર સુધીમાં નીચે મુજબના ટોટલ 6 વખત ઠરાવો થયેલ છે. જે નીચે મુજબ છે.


1. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : FPW/102020/1542/B1, તારીખ: 07/11/2009

2. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : FPW/102020/1542/B1, તારીખ: 29/02/2012

3. આ પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : FPW/102020/1542/B1, તારીખ: 09/01/2015

4. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પત્ર ક્રમાંક: F NO. 11/9/2017/MBP

5. મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક: ICD/112010/GOI/223/B તા: 13/11/2017

6. મહિલા અને બાળ વિકાસ વિભાગના પત્ર ક્રમાંક: ICDS/112018/695/B તા: 6/6/2020


ઉપરના ઠરાવો આપ આ લિન્ક પર જઈને જોઈ શકો છો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

                          ઉપરાંત, ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય હેઠળની ICDS યોજના દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના મહિલાને બાળ વિકાસ વિભાગ મારફત અમલમાં મૂકવામાં આવેલ છે. આ બંને યોજનાનો હેતુ સમાન પ્રકારનો હોવાથી યોજનાઓનો અમલીકરણમાં એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી પ્રધાનમંત્રી માતૃ વંદના તારીખ:6/6/2020 ના ઠરાવથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને તબદીલ કરવામાં આવે છે. જેના અનુસંધાને સદરહુ બંને યોજનાના લાભાર્થીઓને ચૂકવવાની થતી નાણાકીય સહાય નક્કી અને તેના અમલીકરણ માટે રાજ્ય,જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ સમિતિની રચના કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.


સુકન્યા સમૃધ્ધિ યોજના વિષે વધુ જાણવા અહી ક્લિક કરો. કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ કોને કોને મળે ?


કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ નીચે આપેલી માહિતી મુજબ મળે.


· જે કિસ્સામાં લાભાર્થી બીપીએલ સંવર્ગમાં આવે છે તેવા પ્રથમ પ્રસૂતિના કિસ્સામાં લાભર્થીને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માથી રૂ.5000 ને કસ્તુરબા પોષણ સહાય યોજના માથી રૂ.1000 એમ કુલ રૂ.6000 ની સહાય મળવાપાત્ર રહેશે.

· નોન બીપીએલના પ્રથમ પ્રસૂતિના કિસ્સામાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ રૂ.5000 મળવાપાત્ર થશે જ્યારે કસ્તુરબા પોષણ સહાય યોજના માંથી કોઈ રકમ મળવાપાત્ર થશે નહીં.

· બીપીએલ લાભાર્થીને કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ બીજી પ્રસૂતિમાં રૂ.6000 અને ત્રીજી પ્રસૂતિમાં રૂ.6000 યથાવત રીતે મળશે.

·         નોંધ :- જે જિલ્લામાં ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના લાગુ પડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે.કસ્તુરબા પોષણ સહાય યોજનનો લાભ ક્યાથી મળશે.?આ યોજનાનો લાભ નીચે આપેલા સેન્ટરો કે સરકારી વ્યક્તિ પાસેથી મેળવી શકાશે.

  • આશા વર્કર
  • સ્ત્રી આરોગ્યવર્કર ( FHW )
  • પેટા આરોગ્ય કેન્દ્ર

આ યોજનાનો લાભ અને સહાય કેવી રીતે મળશે?આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલી પ્રોસેસને અમલ કરવી પડે છે.


·        1. સગર્ભાવસ્થામાં, પ્રથમ ત્રિમાસિક ગાળામાં FHW પાસેથી નોંધણી કરાવવાથી પ્રથમ            હપ્તો ( રૂ.2000 ) મળવાપાત્ર થશે.

·        2.ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી           યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો ( રૂ.2000 ) મળવાપાત્ર થશે.

·        3.ગરીબી રેખા હેઠળની માતાના બાળકને બાળકના જન્મ બાદના 9 માસ પછી અને 12               મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસીની સાથે વિટામિન-એ આપ્યા બાદ અને             સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો ( રૂ.2000 ) મળવાપાત્ર થશે.

·        4.આમ, કુલ મળી રૂ.6000 ની દરેક લાભાર્થી માતાને મળશે.

 

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું