સુકન્યા સમૃધ્ધિ યોજના-2020/21 એ આપણાં વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા અમલમાં મુકાઇ છે. " બેટી બચાઓ, બેટી પઢાઓ" કાર્યક્રમ અંતર્ગત અમલમાં લાવવામાં આવેલી યોજના છે. આ યોજના દરેક દીકરીને આપવામાં આવતી સહાય છે.
સુકન્યા સમૃધ્ધિ યોજના-2020/21 |
વધુ dekhalo: - શાળા યુનિફોર્મ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો.
પ્રસ્તાવના :
સુકન્યા સમૃધ્ધિ યોજના દરેક માતાપિતાને દીકરીના લગ્ન પ્રસંગે, અને અભ્યાસમાં સહાયરૂપ થવાની સાથે તેમને આર્થિક મદદરૂપ થવાની યોજના છે. આનાથી દરેક માબાપને આર્થિક રીતે ઘણી મદદ મળી રહેશે. જ્યારે દીકરી ઉમરલાયક થાય ત્યારે માતાપિતાને તેમની ચિંતા થતી હોય છે. કારણકે, ગરીબ-મધ્યમ પરિવાર મોટા ખર્ચ કરી શકે નહીં. તેમજ ઘણા પરિવારો સામાજિક રીત-રિવાજો મુજબ લગ્ન કરતાં હોય છે. તેવામાં ચિંતા ખૂબ જ વધી જતી હોય છે.
સુકન્યા સમૃધ્ધિ યોજના વિશેની માહિતી.
આ યોજનાની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.
સુકન્યા સમૃધ્ધિ યોજના-2020/21 નો લાભ કોને મળે?
નીચે મુજબ આપવામાં આવેલી માહિતી મુજબ આ યોજનાનો લાભ મળે.
- 0 થી 10 વર્ષ જે દીકરીના થયા હોય.
- દીકરીના માતા-પિતા અથવા તેમના વાલી કન્યાનું કે તેમની દીકરીનું ખાતું ખોલાવી શકે.
- એક પરિવારમાથી કન્યાનું એક ખાતું ખૂલી શકે. પરંતુ વધુ દીકરીઓ હોય તો ઘરની 2 દીકરીને લાભ મળી શકે.
- પ્રથમ દીકરી હોય એવામાં બીજી ડીલેવરીમાં જોડકામા દીકરીનો જન્મ થયો હોય તો, ત્રણેય દીકરીને લાભ મળે.
સુકન્યા સમૃધ્ધિ યોજના-2020/21 કેટલો લાભ મળે?
- નીચે મુજબ આપવામાં આવેલી માહિતી મુજબ આ યોજનાનો લાભ મળે.
- ગમે તે બેન્ક હોય તેની સરખામણીમાં વધારે વ્યાજદર મળે છે.
- ભરવામાં આવતી રકમ ઇન્કમ ટેક્સની કલમ-80c હેઠળ વધુમાં વધુ 1,50,000 સુધી બાદ મળે છે.
- દીકરીના અભ્યાસની બાબતમાં 18 વર્ષે 50% રકમ ઉપાડી શકાય.
- લાભાર્થી દીકરી તેના લગ્ન પ્રસંગ દરમિયાન 100% રકમ નવા નિયમ મુજબ ઉપાડી શકે છે.
- દીકરી/કન્યાને 21 વર્ષ પછી વ્યાજ મળશે નહી
સુકન્યા સમૃધ્ધિ યોજનાની શરતો
- નીચે મુજબ આપવામાં આવેલી માહિતી મુજબ આ યોજનાની શરતો છે.
- દીકરીનું ખાતું ખોલાવ્યા બાદ એક વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા ભરવા ફરિજિયાત છે.
- ખાતું ખોલ્યા બાદ વધુમાં વધુ 1,50,000 રૂપિયા ભરી શકાય છે .
- ભરેલી રકમ ઇન્કમટેક્સ ની કલમ 80-સી હેઠળ બાદ મળી શકે છે.
- રકમ સતત 14 વર્ષ સુધી ભરવી પડશે. ત્યારબાદ 18 વર્ષે અડધી અને 21 વર્ષે પૂરી રકમ મળવાપાત્ર થશે.
- ક્યારેક પૈસા ભરવાનું મોડુ થયું હોય તેવા કિસ્સામાં 50 રૂપિયા દંડ રૂપે ભરવાના રહેશે.
સુકન્યા સમૃધ્ધિ યોજનાનો લાભ ક્યાથી મળે?
- આ યોજનામાં નીચે મુજબ આપવામાં આવેલા ડૉક્યુમેન્ટ જોઈએ.
- કન્યા/દીકરીનું જન્મનો પુરાવો ( જન્મનું પ્રમાણપત્ર/સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ )
- લાભાર્થી દીકરીના માતા-પિતા અથવા વાલીના ફોટાવાળું ઓળખપત્ર
- વાલી અથવા માતા-પિતાના રહેણાકનો પુરાવો ( રેશન કાર્ડ, લાઇટબિલ વગેરે..)
ટિપ્પણી પોસ્ટ કરો
Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )