ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટનો હેતુ.
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની મહત્વની જોગવાઇઓ
·
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે
મળતી ફરિયાદોની ચકાસણી કરવી જરૂરી છે. તેના માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે.
o આ કમિટીના સદસ્યો નીચે મુજબના રહેશે.
1.
જિલ્લા વિકાસ અધિકારી ( DDO )
2.
જિલ્લા પોલીસ અધિક્ષક ( SP )
3.
મ્યુનિસિપલ કમિશનર
4. પોલીસ કમિશનર
5. શહેરી વિકાસ સત્તામંડળના CEO
6. અધિક નિવાસી કલેકટર
- સરકારી જમીનમાં ગેરકાયદેસર કબજો છે. તો તેવા કિસ્સામાં જિલ્લા કલેક્ટરને અને રાજ્ય સરકારને આપમેળે સુઓમોટો પગલાં લેવાની સત્તા.
- કમિટીની બેઠક ફરિજિયાત પણે દર 15 દિવસે યોજાશે.
- કેસના તપાસના પહેલા દિવસથી જ દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમયમર્યાદા અગાઉથી નક્કી..
- જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી કમિટી સમક્ષ તપાસ અહેવાલ રજૂ થાય તેના 21 દિવસમાં કમિટી નિર્ણય લેશે.
- કમિટીને લાગે કે પોલીસ ફરિયાદ થવી જોઇએ. ત્યારે એક સપ્તાહમાં ફરિયાદ નોંધાશે.
- ફરિયાદ નોંધાય એટલે 1 માહિનામાં તહોમતનામું સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે.
- આ કાયદાના એક્ટ અન્વયે ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક ( Dy.SP ) દરજ્જાના અધિકારી કરશે.
- કેસોનો ઝડપી નિકાલ, તેમજ ગુનેગારોને કડક સજા કરવા વિશેષ અદાલતો બનાવવાશે. નિર્દોષ વ્યક્તિને યોગ્ય વળતર આપવામાં આવશે.
- વિશેષ અદાલતો આવા કેસોને વધુમાં વધુ 6 માહિનામાં નિકાલ કરશે.
- દિવાની તેમજ ફોજદારી બંને સત્તા વિશેષ અદાલતોને રહેશે.
- જે વ્યક્તિ પર જમીન પચાવી પાડવાનો આરોપ લગાડયો છે. તેવામાં તે વ્યક્તિએ કોર્ટ સમક્ષ સાબિત કરવું પડશે કે મે જમીન પચાવી પાડી નથી. જેથી આવા કેસ ઝડપથી નિકાલ કરાવી શકાય.
- જે વ્યક્તિ જમીન ખરીદે તો નાણાકીય સ્ત્રોત પોતાની આવકમાથી ઊભા કરેલ છે. આવું વ્યક્તિએ સાબિત કરવું પડશે.
- આ પણ વાંચો ::- કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો.
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં કડક સજાની જોગવાઇઓ
1. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં જો કોઈ ગુનેગાર સાબિત થાય તો ઓછામાં ઓછી 10 વર્ષની સજા. જ્યારે વધુમાં વધુ 14 વર્ષની કેદની સજાની જોગવાઈ આપવામાં આવી છે.
2 2. જે મિલકત હોય તેની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષાની જોગવાઈ કરેલ છે.
o ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ કોને લાગુ પડશે ?
1. આ એક્ટ મુજબ કોઈ સરકારી જમીન, અર્ધ સરકારી સંસ્થાની જમીનને લાગુ પડશે.
2. કોઈ જાહેર સાહસોની જમીન હોય, ધાર્મિક સખાવતી સંસ્થાની જમીન તેમજ ખાનગી જમીનને લાગુ પડશે.
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કોને સજા થઈ શકે?
જમીન પચાવી પાડનાર તેમજ તેમાં મદદગારી કરનાર ને
સજા થઈ શકશે.
1. ગેરકાયદેસરનો કબજો લેવા માટે કોઈ નાણાકીય સહાય કરનાર હોય તો તેને
સજા થઈ શકે.
2. ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર, કે બીજા કોઈ ચાર્જ વસૂલ કરનારને
સજા થઈ શકે. કાયદેસરના અધિકાર વગર કબજા-ભોગવટા હક્ક , પટ્ટો, લાઇસન્સ, કબુલાત, તબદીલી કે વેચાણ ઊભા કરનારને સજા
થઈ શકશે.
3. વ્યક્તિ, સમુહ અથવા મંડળ, એસોસિએશન, કંપની કે સંસ્થાઓ પણ ગુનેગાર થઈ શકે છે.
આ પણ વાંચો ::- વ્હાલી દીકરી યોજના જાણવા અહી ક્લિક કરો.
આ કાયદાથી કોને કોને ફાયદો થશે?
- આ કાયદાથી ખેડૂતો, ગ્રામીણ નાગરિકો અને કાયદેસરના જમીન માલીક હોય તેવા લોકોને આ કાયદાથી ખુબજ મોટો ફાયદો થવાનો છે.
- સામાન્ય માનવીને ઝડપથી અને યોગ્ય ન્યાય તથા કસૂરવાર ભૂમાફિયાને કડક સજા થતી હોવાથી સામાન્ય લોકોને ફાયદો થવાનો છે.
ટિપ્પણી પોસ્ટ કરો
Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )