કુવરબાઈનું મામેરું યોજના 2020/21-kuvarbainu mameru yojna


                                                      
                                 આપણાં ગુજરાત રાજ્યની સરકારે ગરીબ પરિવારની દીકરી માટે એક મહત્વની યોજના "કુવરબાઈનું મામેરું યોજના" છેલ્લા ઘણા સમયથી અમલમાં મૂકી છે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓને 10000 રૂપિયા તેના ખોલાવેલા બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.  ગુજરાતમાં તેનું સંચાલન  સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કરવામાં આવે છે પરંતુ  આ યોજનાનો લાભ  મુખ્યત્વે ગુજરાતમાં વસતિ અનુસુચિત જાતિની (SC ) કન્યાઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ( OBC)ની કન્યાઓના કલ્યાણ  માટે છે

                                      ગુજરાત સરકાર દ્વારા કુવરબાઈનું મામેરું યોજના ગુજરાતનાં ગરીબ વર્ગની અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓ માટે લગ્ન પ્રસંગ પછી સીધા તેના બેન્ક ખાતામાં 10000 રૂપિયા જમા કરવામાં આવતી સહાય છે કારણકે અમુક ગરીબ પરિવારની કન્યાઓને લગ્ન પછી થોડી આર્થિક મદદ મળી રહે તે દિશામાં સરકારનો પ્રયાસ છે.

                     આજે આ પોસ્ટમાં આપણે આ યોજના વિશેની તમામ માહિતી જાણીશું.આ યોજનામાં કોને કોને લાભ મળી શકે? કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે? કેટલા વર્ષની અંદર આ યોજનાનુ ફોર્મ ભરી શકાય.? ફોર્મ ઓફલાઇન ભરાય કે ઓનલાઇન ? આવી ઝીણવટ ભરી બાબતો વિશે  જાણીશું. 

                  ગુજરાત સરકાર દ્વ્રારા નાની દીકરીઓ માટે પણ થોડા સમય પેલા વ્હાલી દીકરી યોજના અમલ મૂકી છે. તેનો લાભ લેવા અને તેના વિશેની ઊંડાણપૂર્વકની વધુ માહિતી લેવા અહી ક્લિક કરો. 

કુવરબાઈનું મામેરું યોજના 2020/21-kuvarbainu mameru yojna
કુવરબાઈનું મામેરું યોજનાકુવરબાઈનું મામેરું pdf-kuvarbainu mameru pdf

                        ગુજરાતમાં વસતા ઘણા ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને અમુક સમયે કુવરબાઈનું મામેરું યોજના વિશેની ઘણી યોગ્ય માહિતી ન હોવાના કારણે આ યોજનાથી વંચિત રહી જતાં હોય છે. તેથી આ યોજનાના ફોર્મ ની PDF અહી નીચે લિંકમાં આપી છે. જેથી કરીને સરકારની આ જુંબેશ દ્વારા દીકરીઓને અપાતી લગ્ન પછીની સહાયમાં થોડું યોગદાન આપીએ. આ PDF માં આપેલું ફોર્મ  ડાઉનલોડ કરી આપને તમારા જિલ્લાના કે તાલુકાના સમાજ કલ્યાણ અધિકારીને આપવાનું રહેશે.

કુવરબાઈનું મામેરું ઓનલાઇન- kuvarbainu mameru online


                  ગુજરાત સરકાર હવેથી આ કુવરબાઈનું મામેરું યોજના ડિજિટલ ગુજરાત અંતર્ગત હવે ઓનલાઇન કરી દેવામાં આવી છે. હવેથી ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને સરકારી કચેરી પર જવું ન પડે તેવા ઉમદા હેતુથી સરકારે આ યોજના ઓનલાઇન કરી છે આ નિર્ણયથી લોકોનો ઘણો સમય બચી શકશે અને યોજનાની અમલવારી પણ પારદર્શી રીતે થશેઅને લોકો સીધો તેનો લાભ લઈ શકે .

                              ગુજરાત સરકારના https://esamajkalyan.gujarat.gov.in/ નામની વેબસાઇટ પરથી લોકો સીધુજ આ યોજનાનુ ફોર્મ ભરી શકશે. તેમાં પેલા અરજદારને  new register જઈને લોગીન થઈ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી લોગીન થઈ કુવરબાઈનું મામેરું યોજના પસંદ કરી ફોર્મ ભરવાનું રહેશે. ઉપર આપેલી ઇ સમાજ કલ્યાણ ની વેબસાઇટ પર જઈ ઓનલાઇન  ફોર્મ ભરી શકો છો.


કુવરબાઈનું મામેરું યોજના ડૉક્યુમેન્ટ- kuvarbainu mameru yojna document 

                 આ યોજનાનો લાભ લેવા અને ફોર્મ ( ઓનલાઇન કે ઓફલાઇન ) ભરવા માટે અલગ અલગ 13 પ્રકારના ડૉક્યુમેન્ટ જોઇએ છે. જે નીચે મુજબ આપેલા છે. 

1). કન્યાનું આધારકાર્ડ 2). કન્યાના પિતાનું આધારકાર્ડ 3). કન્યાનો જાતિનો દાખલો 4). કન્યાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર 5). કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો (મામલતદાર નો)  6). કન્યાનું /ચૂંટણી કાર્ડ/રેશનકાર્ડ/લાઇટબિલ( ગમે તે એક ) 7). કન્યાની બેન્ક ની  પાસબુક 8). કન્યાનો પાસપોર્ટ સાઈઝ ફોટો 9). યુવકનો જાતિનો દાખલો(મામલતદારનો)  10). યુવકનું જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટિફિકેટ/  11). લગ્ન નોંધણી પ્રમાણપત્ર 12). લગ્ન કંકોત્રી 13). બંને ( વર-કન્યા )નો સંયુક્ત ફોટો. 


આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે. 


1.) આપણાં ગુજરાતની  અનુસુચિત જાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓને તેમના લગ્ન પ્રસંગ પછી કુટુંબદીઠ બે કન્યાઓને મામેરા માટે 10,000 નો ચેક દીકરીને આપવામાં આવ છે.

 નોંધ:- 2017/18 ના બજેટમાં ગુજરાતનાં નાણાંમંત્રી નિતિનભાઈ પટેલ દ્વ્રારા આ યોજનાનો લાભ તમામ જ્ઞાતિઓની કન્યાઓ માટે સમાન રીતે  લાગુ કરવાની ઘોષણા કરી છે.  

ધ્યાનમાં રાખવાની બાબતો :- 

1) આ યોજનાનો લાભ લેવા દરેક કુટુંબ માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના કુટુંબ  માટે: 1,20,000 તેમજ શહેરી વિસ્તારના કુટુંબ માટે આવક મર્યાદ: 1,50,000 

2) લગ્નના બે વર્ષ સુધી જ આ યોજનાઓ લાભ લઈ શકાય છે, લગ્ન થયાના ત્રીજા વર્ષથી આ યોજનાઓ લાભ મળી શકશે નહીં. 

3) આ યોજનાનો લાભ કુટુંબદીઠ લગ્ન કરનાર ઘરની પેલી બે કન્યાના મામેરા માટે આપવામાં આવે છે. 

સાર :- 

       ગુજરાત સરકારની કુવરબાઈનું મામેરું યોજના થકી ઘણા ગરીબ અને મધ્યમ પરિવારોને લાભ મળ્યો છે, કારણકે ગરીબ પરિવારમાથી આવતી કન્યાના માતા પિતા ને આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. માહિતી ગમી હોય તો આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો. નીચેની સ્ક્રીનમાં ફેસબુક / જી-મેઇલ/ ટેલિગ્રામ તમારા વોટ્સઅપ ગ્રૂપમાં શેર કરો.
 

વ્હાલી દીકરી યોજના ની માહિતી માટે અહી ક્લિક કરો.

 

 

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું