ગુજરાતમાં શિક્ષણકાર્ય ચાલુ કરવાનો નિર્ણય મોકુફ -gujaratma shikshankarya chalu karvano nirnay mokuf

 ગુજરાતમાં શિક્ષણકાર્ય ચાલુ કરવાનો નિર્ણય મોકુફ

           કેમ આ નિર્ણય મોકુફ રાખવામા આવ્યો ?

ગુજરાત રાજયમાં કોરોના ના કેસ દિવસે અને દિવસે વધતાં હોવાથી રાજયમાં 23 નવેમ્બરથી શાળા કોલેજ ચાલુ કરવાનો નિર્ણય મોકુફ રાખવામા આવ્યો છે. આપણાં રાજયના મંત્રી ચુડાસમા સાહેબ દ્વારા કહેવામા આવ્યું કે શિક્ષણ રાબેતા મુજબ ચાલુ કરવાનો કોઈ આગળ વિચાર કર્યો નથી કે કોઈ નવી યોજના નથી. 


શું હતો આ નિર્ણય ?

      ગુજરાતમાં શિક્ષણકાર્ય ફરીથી  ચાલુ કરવાના ઇંતજારની ઘડીઓ હવે ખતમ થઈ ગઈ છે કેમકે હવે ગુજરાત સરકાર આ મુદ્દા ઉપર ગંભીર બની અમુક નિયમને આધીન સ્કૂલ કે શાળા ચાલુ કરવા જઈ રહી  છે. મહામારી  ના લીધે આ વાઇરસ કુદકે અને ભૂસકેથી આગળ વધી રહ્યો છે ત્યારે  વિદ્યાર્થીઓ ના હિતમાં ગુજરાત સહિત દેશમાં માર્ચ મહિનાથી શાળા કોલેજો આ કોરોના વાય સરકાર રસ વધે નહીં તેવા ઉમદા હેતુથી શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી  શિક્ષણ લઈ રહ્યા ન હતા ત્યારે આપણી ગુજરાત સરકારે થોડી ગાઈડ લાઇન દ્વ્રારા ભણાવવાનું કામ ચાલુ કરવાનો અગત્યનો નિર્ણય કરેલ છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળ ની બેઠકમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા સાહેબે આ બાબતની જાહેરાત કરી છે. તેમાં સાથે રાજ્યમંત્રી વિભાવરીબેન દવે એ આ નિર્ણયની તમામ માહિતી આપી હતી. 



રાજ્ય મંત્રીમંડળ નો મહત્વપૂર્ણ નિર્ણય  


             મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળ ની બેઠકનો મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે રાજયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉચ્ચશિક્ષણની કોલેજો તારીખ: 23મી નવેમ્બર થી ફરી શરૂ કરશે.
           શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 અને કોલેજ કક્ષાએ પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ-મેડિકલ-પેરામેડિકલ-આઈ.ટી.આઈ-પોલીટેકનિક શરૂ કરાશે. 




 વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોએ ધ્યાનમાં રાખવાની બાબત 

  • વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક પ્રાર્થના તેમજ મેદાન પરની રમત ગમત કે અન્ય સામૂહિક પ્રવૃતિ કરી શકશે નહીં. 
  • ફરજિયાત માસ્ક સેનિટાઈજર અને સાબુથી હાથ ધોવાના રહેશે.
  • વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થામાં 6 ફૂટનું અંતર શાળા પ્રવેશ વખતે થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરી વ્યવસ્થાઓ સુનિચ્છિત કરવાની રહેશે. 
  • શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીએ પોતાના વાલીની મંજૂરી લેવાની રહેશે. 
  • સ્કૂલ કે શાળામાં ભીડ ઓછી કરવા ઓડ ઈવન પધ્ધતિ નો ઉપયોગ કરવાનો રહેશે. 
  • વિદ્યાર્થિનીએ પોતાને ફરજિયાત હાજર રહેવું જરૂરી નથી 
  • હાલની જે ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ છે તે વ્યવસ્થા પેલની જેમ ચાલુ રહેશે.
  • ભારત સરકારની  SOP નું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.  

 ગુજરાતમાં શિક્ષણકાર્ય ચાલુ રાખવાના નિર્ણય ક્યાં કક્ષાના વિદ્યાર્થીઓને લાગુ પડશે? 


  1. સ્નાતક-ગ્રેજ્યુએટ કક્ષાના માત્ર છેલ્લા વર્ષ ના તેમજ ઈજનેરી વિદ્યાશાખાના છેલ્લા વર્ષના વર્ગો ચાલુ કરવાનો નિર્ણય.
  2. સપ્તાહમાં ત્રણ દિવસ ધોરણ-9 અને 11 ના વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય ચાલુ રખાશે. 
  3. સપ્તાહમાં ત્રણ દિવસ ધોરણ-10 તેમજ 12 ના વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય ચાલુ રખાશે.  
   



ગુજરાતમાં શિક્ષણકાર્ય ચાલુ કરવાના નિર્ણયની મહત્વપૂર્ણ બાબતો. 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાતમાં શિક્ષણકાર્ય ચાલુ રાખવાના મુદ્દા અંતર્ગત મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજયમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણકાર્ય ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

             શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા અને રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે એ આ નિર્ણયની વિગતો આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ અને ભવિષ્ય ન બગડે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન લર્નિગની વ્યવસ્થા કરીને સફળતા પૂર્વક અમલ પણ કર્યો છે. 

         વિદ્યાર્થીઓ ના ભવિષ્ય ને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે આ અનલોક 5 માં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇન તેમજ દિશા-નિર્દેશો ના પાલન સાથે ગુજરાતમાં શિક્ષણકાર્ય ચાલુ કરવાનો નિર્ણય કરેલ છે. 

          આ નિર્ણય લેતા પહેલા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા સાહેબ દ્વારા ગુજરાતના શાળા સંચાલકો, યુનિવર્સિટી ના સંચાલકો તેમજ શિક્ષણવિદો સાથે સલાહ સૂચન લીધેલ અને ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણી સાહેબની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણયને સર્વાનુમતે મંજૂરી મળેલી હતી. 

         શાળાએ આવતા વિદ્યાર્થીને પોતાના ઘરેથી માતા પિતા ની સંમતિપત્રક શાળાએ રજૂ કરવું પડશે તેમજ બધા વિદ્યાર્થીએ પોતાનું માસ્ક, પુસ્તકો, પાણીની બોટલ, નાસ્તો, વગેરે પોતાના ઘરેથી લાવવાનો રહેશે અને તેનાથી વિશેષ એ છે કે તે બધુ વસ્તુ કોઈને શેર કરશે નહીં એટલેકે એકબીજી વસ્તુ કોઈ બીજા વિદ્યાર્થીને આપવી નહીં તેવી સૂચના પણ આપેલ છે. 



         અનલોક 5 સુધીમાં શાળાઓમાં ગંદકી તેમજ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે શાળા કોલેજો સેનેટાઈજ કરવામાં આવશે. વિદ્યાર્થીઓના થર્મલ ગનથી શરીરનું તાપમાન માપવામાં આવશે. હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ કરવાની રહેશે. 

           ગુજરાતનાં શિક્ષણમંત્રીએ કહ્યું છે કે વિદ્યાર્થીઓએ ઘરથી સ્કૂલ ના આવન-જાવન માટે સ્કૂલ બસ કે અન્યનો ઉપયોગ કરવો નહીં તેના માટે તેને પ્રોત્સાહિત કરવામાં આવશે અને વ્યક્તિગત વાહન ના ઉપયોગ પર વધારે ભાર મૂકવા કહેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતાં હોય તો તમને શાળા સંચાલકો તરફથી યોગ્ય માર્ગદર્શન આપવાનું સૂચન કરવામાં આવેલું છે. 

            શાળાએ જવા માંગતા વિદ્યાર્થીએ વર્ગખંડમાં રિવાઇજ્ડ બેઠક વ્યવસ્થા મુજબ અલગ અલગ બે વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે. અમુક સંજોગોમાં કે સ્કૂલમાં વર્ગખંડ નાના હોયતો લેબોરેટરી, કોમ્પ્યુટર હૉલ, કે લાઇબ્રેરિનો ઉપયોગ વિદ્યાર્થીને પોતાની બેઠક વ્યવસ્થા માટે કરવાની પ શાળા કોલેજોને  SOP આપવામાં આવી છે. 


            આ બેઠકમાં તેવું પણ કહેવામા આવ્યું છે કે ભારત સરકારની  SOPના અનુપાલન સાથે શાળા સંચાલકો, વાલીઓ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ  DEO  વગેરેના ગુજરાત રાજયમાં તા. 23મી નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે તેવું કહેવામા આવ્યું છે.  

મધ્યાન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો.

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

વધુ નવું વધુ જૂનું