મકાન બનાવવાની આવાસ યોજના-makan banavvani aavas yojna

પ્રસ્તાવના ::-
           ☺  ગુજરાત સરકાર તમામ અલગ અલગ સમાજોને અલગ અલગ મકાન બનાવવાની આવાસ યોજનાનો લાભ આપી રહી છે. ગુજરાતની વિકાસ યાત્રામાં સર્વ સમાવેશક બને તે માટે વંચિત ભાઈઓ બહેનોને પ્રગતિની મુખ્ય ધારામાં જોડવામાં રાજ્ય સરકાર આવાસ યોજનાઓ બહાર પાડે છે. આ આવાસ યોજનાના અમલીકરણ માટે અને દેખરેખ માટે સામાજિક અને ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરી રહ્યું છે.

                   રાજ્યના પછાત વર્ગો, લઘુમતીઓ, નિરાધાર મહિલાઓ, બાળકો, વૃધ્ધો, આર્થિક રીતે પછાત લોકો તેમજ રાજ્યના નાગરિકોના રહેણાકના પ્રશ્નોનું નિરાકરણ મકાન બનાવવાની આવાસ યોજના અંતર્ગત થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના વસતા છેવાડાના ગામડાઓ સુધી આ આવાસ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે હેતુથી આ પોસ્ટ લખી રહ્યો છું. આમાં કોઈ રાજકીય લાભ કે હોદ્દાની કોઈ એવી મહેચ્છા હું ધરાવતો નથી. સરકારની આ મકાન બનાવવાની આવાસ યોજના પોસ્ટ દરેક લોકો સુધી પહોચે તેમજ જેને રહેવાનુ ઘર નથી તેવા લોકોના મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં આ પોસ્ટ આવે અને તે લોકોને આ આવાસ યોજનાનો લાભ મળે તેવી એક ઉદાર ભાવનાથી આ પોસ્ટને વાઇરલ કરો અને લોકોને મદદરૂપ બનો, મિત્રો..

               રાજ્યના ગરીબ-પીડિત–શોષિત વર્ગના સર્વાંગી ઉત્કર્ષના ભાગ રૂપે મકાન બનાવવાની આવાસ યોજના અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમાં આ આવાસ યોજનામાં અનુસુચિત જાતી/જનજાતિ, વિકસતી જાતિ, વિકલાંગો, નિરાધાર વૃધ્ધો/બાળકો, મહિલાઓ, શ્રમિકોનો સાચા અર્થમાં સર્વાંગી વિકાસ થાય તે માટે અનેક કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓનો રાજ્ય સરકાર દ્વારા અમલ કરાયો છે. આવાસ યોજના થકી ગરીબ વર્ગના લોકોને પોતાને સ્વપ્નનું ઘર મળી રહે અને અલગ અલગ આવાસ યોજના થકી બધા લોકોને પોતાનું આવાસ મળી રહે તે માટે હું પ્રયત્નશીલ છું.    

     આપણે સરકારની તમામ મકાન બનાવવાની આવાસ યોજના વિશેની  ટૂંકમાં માહિતી લેશું. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બંનેની મળીને હાલમાં 14 ( ચૌદ ) જેટલી આવાસ યોજનાઓ કાર્યરત છે. જેના વિશે આપણે માહિતી લઈશું.

૧) પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ( Pandit dindayal upadhyay aavas yojna ) ગ્રામ્ય 


Ø  સહાયનું ધોરણ : ૧,૨૦,૦૦ ( એક લાખ વીસ હજાર ) પૂરા 

Ø  સહાય માટેની પાત્રતા :૧.  લાભાર્થી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) તેમજ વિચરતી અને વિમુક્ત જાતિનો (NT-DNT) હોવો જોઇએ.  

Ø  લાભાર્થી પ્લોટ ધરાવતો હોવો જોઈએ.

Ø  વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તાર માટે ૧.૫૦ લાખથી ઓછી રહેશે. 

 


 

૨) ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના ( અનુ.જાતિ-sc ) ( Do.Ambedkar safai kamdar aavas yojna )Ø  સહાયનું ધોરણ : : ૧,૨૦,૦૦૦ ( એક લાખ વીસ હજાર ) પુરા

Ø  સહાય માટેની પાત્રતા : સફાઈ કામદાર કે સફાઈ કામદારના આશ્રિત ..આવક મર્યાદા નથી .


૩) પ્રધાનમંત્રી આવાસ યોજના ( Pradhanmantri aavas yojna- PMAY )


Ø  સહાયનું ધોરણ :,૨૦,૦૦૦ ( એક લાખ વીસ હજાર )

Ø  ૧૨,૦૦૦ ટોઇલેટ બ્લોક માટે

Ø  સહાય માટેની પાત્રતા : SECC- ૨૦૧૧ ના સર્વેક્ષણ દ્વારા સંકલિત કરવામાં આવેલા આવાસના વંચિતતા ધરાવતા AWAS SOFT મુજબના યોગ્યતા ધરાવતા કુટુંબોની યાદીમાં હોય તેવા લાભાર્થી.


 

૪) સરદાર આવાસ યોજના-Sardar aavas yojna

Ø  સહાયનું ધોરણ : ૪૫,૦૦૦ ટોઇલેટ બ્લોક સહિત

Ø  સહાય માટેની પાત્રતા : બીપીએલ ( ૦ થી ૨૦ સ્કોર વાળા )૫) સરદાર આવાસ યોજના-૨-Sardar aavas yojna-2

Ø  સહાયનું ધોરણ : ૧,૦૦,૦00  :૪૦,૦૦૦ ની સહાય

Ø  સહાય માટેની પાત્રતા : બીપીએલ ( ૦ થી ૨૦ સ્કોર વાળા ) કુટુંબો


૬)  ડો. આંબેડકર આવાસ યોજના (શહેરી વિસ્તાર)  ( અનુ.જાતિ ) ( Do.Ambedkar aavas yojna- shaheri vistar )
Ø  સહાયનું ધોરણ :૧,૨૦,૦૦૦

Ø  સહાય માટેની પાત્રતા :  ૧. ઘર વિહોણા હોવા જોઈએ.રહેવા લાયક મકાન ન  હોવું જોઈએ.

2. પોતાના નામે પ્લોટ ધરાવતા હોવા જોઇએ.

3. વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે ૧,૫૦ લાખથી ઓછી. ૭) ડો. આંબેડકર આવાસ યોજના ( અનુ.જાતિ )-Do.Ambedkar aavas yojna
Ø  સહાયનું ધોરણ :૧,૨૦,૦૦૦

Ø  સહાય માટેની પાત્રતા :  ૧. ઘર વિહોણા હોવા જોઈએ.રહેવા લાયક મકાન ન  હોવું જોઈએ.

2. પોતાના નામે પ્લોટ ધરાવતા હોવા જોઇએ.

3. વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે ૧,૨૦ લાખ૮) મકાન બાંધવા અથવા ખરીદવા માટેની નાણાકીય યોજના ( બાંધકામ શ્રમયોગીઓ માટે )
Ø  સહાયનું ધોરણ :૧,૬૦,૦૦૦ પુરા મળશે.

Ø  સહાય માટેની પાત્રતા : ૧૮ કે ૬૦ વર્ષની ઉમરના બાંધકામ શ્રમિક તરીકે નોંધાયેલા શ્રમયોગીઓ લાભ લઈ શકે. 


૯) અનુ. જન જાતિના આદિમ જૂથના લોકો માટે વ્યક્તિગત ધોરણે

Ø  સહાયનું ધોરણ : ૭૦,૦૦૦ ટોઇલેટ બ્લોક સહિત મળવાપાત્ર 

Ø  સહાય માટેની પાત્રતા : અનુ. જન જાતિ તેમજ બીપીએલ ૦ થી ૨૦ ગુણ ઉપરના પૈકી અતિ પછાત જાતિના ઇસમોને લાભ મળવાપાત્ર 


૧૦) હળપતિ ગૃહ નિર્માણ યોજના-Halpati gruh nirman yojna


Ø  સહાયનું ધોરણ : ૭૦,૦૦૦ ટોઇલેટ બ્લોક સહિત મળવાપાત્ર 

Ø  સહાય માટેની પાત્રતા :  હળપતિ જાતિ ( અનુ.જનજાતિ પૈકીનાં ) ના લોકોને મળવાપાત્ર 


૧૧) માછીમાર માટે આવાસ યોજના-Machimar aavas yojna

Ø  સહાયનું ધોરણ : ૧,૨૦,૦૦૦ ટોઇલેટ બ્લોક સાથે ૫૦% કેન્દ્ર પુરુસ્કૃત યોજના

Ø  સહાય માટેની પાત્રતા :  ઘર-વિહોણા અને મકાન ન ધરાવતા સક્રિય હોય તેવા માછીમારોની જરૂરિયાત પૂરી. પાડવી.


૧૨) માછીમાર માટે આવાસ યોજના ( ટ્રાયબલ યોજના, ૭૯૬/૦૨, FSH-૨ ) ( Machimar aavas yojna )


Ø  સહાયનું ધોરણ : ૫૦,૦૦૦ પ્રતિ આવાસ

Ø  સહાય માટેની પાત્રતા :  ઘર વિહોણા મકાન ધરાવતા સક્રિય માછીમારોને આવાસની જરૂરિયાત પૂરી પાડવી.

 


૧૩) મુખ્યમંત્રી ગૃહ યોજના ( Mukhymantri gruh yojna )
Ø  સહાયનું ધોરણ : આર્થિક રીતે નબળા લોકો માટે ( EWS )  આવાસ યોજના

Ø  ઝૂપડપટ્ટી માટેની પુન:વસન માટેની યોના

Ø  ૫૦% કેન્દ્ર સરકારનો ફાળો

Ø  ૩૮% રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો ફાળો

Ø  ૧૨% લાભાર્થીનો ફાળો રૂ. ૩૫,૦૦૦ અથવા આવાસની કિંમતના ૧૨% બે માથી જે વધુ રકમ હોય તેટલો

Ø  ઓછી આવક ધરાવતા લોકો માટે LIG આવાસ યોજના

Ø  રાજ્ય સરકાર દ્વારા લાભાર્થી દીઠ રૂ. ૧ લાખની સહાય મળવાપાત્ર  

 

Ø  સહાય માટેની પાત્રતા :   વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩ લાખ

Ø  કુટુંબના કોઈપણ સભ્યના નામે જે તે શહેરમાં મકાન અથવા જમીનનો પ્લોટ ધરાવતા  હોવા  જોઇએ નહીં.

Ø  લાભાર્થીના નામે ભારતભરમાં પાકું મકાન ન હોવું જોઇએ. અરજદાર પુખ્ત વયના હપવા જોઈએ.

Ø  મકાનની ફાળવણી કોમ્પ્યુટર ડ્રો થી કરવાંમાં આવશે.

Ø  કુટુંબની આવક રૂ. ૩ લાખની મર્યાદા તેનાથી ઓછી હોવી જોઇએ. 


સાર ::- 

     કેન્દ્ર અને રાજ્ય સરકારની આ મકાન બનાવવાની આવાસ યોજનાથી ઘણા ગરીબ પરિવારોને લાભ મળી રહ્યો છે. તેનાથી ઘરથી વંચિત લોકો પોતાનું રહેવાનુ ઘર મેળવી રહ્યા છે.વ્હાલી દીકરી યોજના ની તમામ માહિતી માટે અહી ક્લિક કરો.


મધ્યાન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો.

 

 

 

 

 

 
Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું