શાળા યુનિફોર્મ યોજના-school uniform scheme-

શાળા યુનિફોર્મ યોજના-school uniform scheme-              ગુજરાત સરકારની શાળા યુનિફોર્મ યોજના અંતર્ગત અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. ગુજરાત સરકાર દ્વારા આ વર્ગોના બાળકોને મફતમાં શાળા યુનિફોર્મ આપી તેને આર્થિક સહાય કરી તેમને મદદ કરવાનો ઉમદા હેતુ છે. તેનાથી અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓના વાલીને આર્થિક મદદ તેમજ બાળકો શાળાએ જતાં થશે. અને આ વર્ગોના બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટશે. આથી વધારે સરકાર શાળામાં બાળકોને શાળાએ જતાં કરવા અને શાળાએ હાજરી વધે તેમાટે મધ્યાહન ભોજન યોજના પણ ચાલુ છે. 

ગુજરાત સરકારની કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 

 school uniform scheme-શાળા યુનિફોર્મ યોજનાનો લાભ કોને મળે?


  • અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ કે જેઓ સરકારી શાળામાં અભ્યાસ કરતાં હોય.
  • આ યોજના અંતર્ગત વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા 1,20,000 હોવી જોઈએ. 

dekhalo-દેખલો > મધ્યાહન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


આ  યોજના અંતર્ગત કેટલો લાભ મળે? 

  • આ યોજના અંતર્ગત આ વર્ગોના વિદ્યાર્થીને ગણવેશ કે યુનિફોર્મ ની બે જોડીના રૂપિયા 600 સીધા તેના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. 

આ  યોજના અંતર્ગત લાભ ક્યાથી મળે? 


આ વર્ગનો વિદ્યાથી તે ગામડાનો હોય કે શહેરનો જે સરકારી શાળામાં અભ્યાસ કરતો હોય તે સરકારી શાળામાથી અને સમાજકલ્યાણ કચેરીમાથી આ યોજનાનો લાભ મળે છે. dekhalo-દેખલો > ગુજરાત સરકારની મહત્વની યોજના "વ્હાલી દીકરી યોજના" વિશે જાણવા અહી ક્લિક કરો.

આ  યોજના અંતર્ગત ક્યાં ક્યાં પુરાવાઓ જોઈએ? 


  1. વિદ્યાર્થીનો જાતિનો દાખલો 
  2. જે સરકારી શાળામાં અભ્યાસ કરતાં હોય તેનો પુરાવો 
  3. વિદ્યાર્થીના વાલીનો આવકનો દાખલો dekhalo-દેખલો દરેક વર્ગને લગતી " આવાસ યોજના " અહિ ક્લિક કરો. 

વધુ નવું વધુ જૂનું