કાંટાળી તારની વાડ બનાવવાની યોજના.

 

પ્રસ્તાવના::-

જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ગુજરાત સરકારે ઠરાવ મારફત બહાર પાડી મુકવામાં આવી છે.

કાંટાળી તારની વાડ બનાવવાની યોજના.



કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઇતિહાસ ::-

                                  ગુજરાત સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ વારંવાર લાવતી રહી છે. આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ની વાત કરીએ તો આ યોજના તારીખ: 20/05/2005 થી અમલમાં છે. આ યોજનાને વધુ અસરકારક અને ઉપયોગી બનાવવા માટે તેમાં સુધારા વધારા કરી ક્લસ્ટર આધારીત યોજનાનો ઠરાવ કરેલ છે.

                              આ યોજનાનો પ્રારંભ આપણાં ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ સાહેબ છે,તેમના દ્વારા વડોદરામાં વરણામાંના ત્રિમંદિર ખાતેના એક કાર્યક્રમમાં ખુલ્લી મુકવામાં આવી હતી. ત્યારે આ યોજનામાં ટોટલ 250 કરોડની ફાળવણી કરેલ હતી. આટલી ફાળવણીમાં સરકારની માહિતી મુજબ 2015 સુધીમાં માત્ર 30 કરોડની ફાળવણી કરવામાં આવેલી અને તેમાં 13160 ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલો.

                     જ્યારે આ યોજના બહાર પાડવામાં આવેલી ત્યારે 2017 સુધીમાં માત્ર આ યોજના માટે 250 કરોડ રૂપિયા ફાળવેલા હતા.

મધ્યાહન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 

કાંટાળી તારની વાડ બનાવવાની યોજના માટેનો ઉદ્દેશ-

                        ગુજરાત સરકારે આ યોજના એટલા માટે બનાવી કારણકે ખેડૂતોનું ભલું થાય. આ યોજના પેલા ગીરકાંઠાના ગામડાઓ તેમજ અન્ય ગામડાઓમાં ભૂંડ તેમજ અન્ય જંગલી પ્રાણીઓ દ્વારા ખેડૂતના ઊભા પાકને બહોળા પ્રમાણમા નુકશાન થતું હતું.

                               ખેડૂત રાત્રે અને દિવસે પોતાની મહેનતથી પકવેલ પાકના સરંક્ષણ તેમજ તેનું ધ્યાન રાખવામા જ આખો દિવસ સમય પસાર કરતો હતો અને પોતાના ખેતર ફરતે કોઈ રક્ષણ કરાય તેવું સાધન અને સામગ્રી ઉપલબ્ધ ન હોવાના કારણે ખેડૂત પોતાના પાકનું રક્ષણ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી.

                             ઉપરોક્ત સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારે કાંટાળી તારની વાડ બનાવવાની યોજના અમલમાં મૂકી છે,તેનો ઉદ્દેશ ખેડૂતોના પાકને બચાવી, પાકનું રક્ષણ કરવાનો છે.

કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


શું છે ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના 2020-21? 

આપણે અહી ટોટલ બે ઠરાવો થયેલ છે તેમાથી લેટેસ્ટ ઠરાવ મુજબ યોજના વિશે કહીશું.

  • આ યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાની જમીનોનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે. તમામ સમજોના ખેડૂતોએ ઓછામાં ઓછી 5 હેક્ટર જમીનનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહશે.( જે પહેલા 15 થી 20 હેક્ટર હતી. )
  • પોતાના ખેતરની ચારેબાજુના ખેડૂતો ભેગા થઈ તેમાં એક ગ્રૂપ લીડર નિમવાનો રહેશે.
  • જે ક્લસ્ટર થાય તે પ્રમાણે લાભાર્થી જુથની અરજીઓ કરવાની છે. અરજી મુજબ રનિંગ મીટર દિઢ 200/- રૂપિયા અથવા થનાર ખર્ચના 50 % જે બંનેમાથી ઓછું હશે તે મુજબ સહાય મંજૂર થશે.
  • i-khedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.જીલ્લાવાર લક્ષ્યાંકની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે. તેમાં વધુ અરજીઓ આવે તો ઓનલાઇન ડ્રો પધ્ધતિથી મંજૂરી આપવાની રહેશે.
  •  તે ડ્રોમાં પણ પસંદગી ન પામે તો તે અરજી પછીના વર્ષમાં કેરી ફોરવોર્ડ કરવામાં આવશે. જેથી લાભાર્થીએ ફરી અરજી કરવાની ન રહે.
  • અરજીને મંજૂરી આપતા પહેલા થર્ડ પાર્ટી દ્વ્રારાહકીકતમાં તાર ફેન્સીંગ થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. કામગીરી પૂર્ણ થઈ ગયું છે કે નહીં તેપણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા ચકાસણી થશે.
  • તેના મારફત રિપોર્ટ બનશે અને તે મુજબ ચુકવણી કરવાની રહેશે. તેની ચકાસણી સમયે gps લોકેશન ટેગિંગ કરવાનું રહેશે.
  • નક્કી કરાયેલ ગુણવત્તા કે ડીઝાંઇન મુજબ કામગીરી થયેલ નહીં હોય તો, અથવા ઓછા માલ સામાન વાળી કામગીરી કરશે તો, કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ મળી શકશે નહીં.
  • ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવ્યા પછી તેની નિભાવણીનો ખર્ચ જાતેજ કરવાનો રહેશે.
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ ખેડૂતોને જે તે સર્વે નંબરમાં એકવાર જ મળશે. અને અગાઉ યોજનાનો લાભ મળી ગયેલ હોય તો ફરીવાર મળવાપાત્ર થશે નહીં.
  • આ યોજનાનો અમલ સમગ્ર ગુજરાત રાજયમાં કરવાનો રહેશે.
સરકારની તમામ આવાસ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 

કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની અમલીકરણ એજન્સી અને તેની કામગીરી ::-

                  આ યોજનાની કાળજીપૂર્વકની વિચારણાના અંતે આ યોજનાની અમલીકરણ એજન્સી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લી. ને બદલે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી. ને અપાઈ છે.

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી ની કામગીરી ::-

  1. આ યોજનાની અમલીકરણ અંગેની માર્ગદર્શિકા ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી દ્વારા અલગથી બનાવવાની રહેશે. ત્યારબાદ રાજ્ય સરકાર પાસે મંજૂર કરાવવાની રહેશે.
  2. આ યોજનાનો અમલીકરણ માટે થનાર ખર્ચ 5% વહીવટ ખર્ચ ( જેમાં પ્રચાર-પ્રસારનો ખર્ચ સમાવિષ્ટ ) ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી ને મળશે.
  3. તાર ફેન્સીંગના માલ-મટિરિયલના સ્પેસિફિકેશન ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી એ અગાઉથી નક્કી કરી ગુજરાત સરકારની મંજૂરી મેળવવાની રહેશે.
  4. આ માટેની તાર ફેન્સીંગ ડીઝાંઇન ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લી એ તૈયાર કરી રાજ્ય સરકાર પાસે મંજૂર કરાવીને પ્રસિધ્ધ કરવાની રહેશે.

કાંટાળા તારની વાડ માટેનું અરજીપત્રક gujarat forest ::-

                       આ યોજનાનો લાભ ગુજરાતમાં વસતા તમામ ખેડૂત ભાઈઓ બહોળા પ્રમાણમા લે તેના માટે અહી તેની યોજનાની માહિતી તેમજ તેનું પરિપત્ર આપ્યો છે.
             

ઉપરની માહિતી સારી લાગી હોય તો આ વેબસાઇટ ને સબસ્ક્રાઈબર કરો. કાઇપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. 

અમારી આ વેબસાઇટ પર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની અવનવી યોજનાઓ જાણવા અમારી સાથે જોડાયેલા રહો. 

વ્હાલી દીકરી યોજના જાણવા અહી ક્લિક કરો. 


શૌચાલય ની યોજના જાણવા અહી ક્લિક કરો. 

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

વધુ નવું વધુ જૂનું