ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના-khedut-khatedar-akasmat-sahay-yojna

 

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના


ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના-khedut-khatedar-akasmat-sahay-yojna


પ્રસ્તાવના

           આપણી ગુજરાત સરકારે ખેડૂતો માટે એક મહત્વની યોજના 26 મી જાન્યુઆરી 1996 ના રોજથી અમલમાં મુકેલ જેનું નામ "ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના" છે. આ યોજના થકી ખેડૂતો વતી તમામ રકમ રાજ્ય સરકાર ભોગવશે અને આ યોજના સંપૂર્ણ રાજ્ય સરકાર આધારિત છે, આ યોજના ગુજરાત સામૂહિક જુથ જનતા અકસ્માત વીમા યોજના અંતર્ગત 01/04/2008 થી વીમા નિયામકશ્રી, ગાંધીનગર દ્વ્રારા અમલમાં છે.


ઉદ્દેશ

             આ યોજનાનો ઉદ્દેશ એવો છે કે કોઈપણ ખેડૂત અકસ્માતે મૃત્યુ પામે તો તેમના વારસદારને તે પુત્ર હોય કે પુત્રી, પતિ હોય કે પત્ની જે કોઈપણ હોય તેમણે મૃત્યુના કિસ્સામાં કે 50% અપંગતાના કિસ્સામાં સહાય આપવાનો છે.

સહાય કોને મળવાપાત્ર:

         જે કોઈ ખેડતુનું નામ પોતાના જમીનના 7/12 કે 8અ માં નામ ધરાવતા હોય તેવા તમામ લોકોને આ ખેડૂત અકસ્માત સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. 7/12 અને 8 અ માં નોંધાયેલ નામોમાં બધાની ઉમર 5 થી 70 વર્ષની હોવી જોઈએ.

મુખ્ય શરતો

·      1)  મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત (વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરેલી હોય) અથવા તેના સંતાન (પુત્ર/પુત્રી) અથવા ખેડૂતના પતિ / પત્ની હોવા જોઇએ.

·   2) મરણ પામેલ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલ હોય.

·    3) આપઘાત કે કુદરતી મૃત્યુનો આ યોજનામાં સમાવેશ થતો નથી.

·    4) મરણ થયેલ અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોવી જોઇએ.

·    5) 5 માહિનામાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરેલ હોવી જોઇએ.

સુધારેલ સહાય ધોરણ

નવા થયેલ ફેરફાર મુજબ હવે નીચે મુજબ ની સહાય મળવાપાત્ર થાય છે.

·  અકસ્માતને લીધે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ.૨.૦૦ લાખ

·         અકસ્માતને કારણે બે આંખ / બે અંગ / હાથ અને પગ / એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ ( આંખના કિસ્સામાં ૧૦૦% સંપૂર્ણ અંધ થઈ જવું, હાથનાં કિસ્સામાં અડધો હાથ કપાયેલ હોય પંજાને બાદ કરતાં)

·         ઉપર મુજબ 50% અપંગતાના કિસ્સામાં અડધા રૂપિયા મળવાપાત્ર થાય છે.


ખેડૂત અકસ્માત સહાય યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબ વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.




·         I. ખેડૂતના પતિ અથવા પત્ની : તેમની હાજરી ન હોય તેવા કિસ્સામાં ·         II. તેમના બાળક-પુત્ર/પુત્રી : તેમની ગેરહયાતીમાં

·         III. તેમના મા-બાપ : તેમની ગેરહયાતીમાં

·         IV. તેમના પૌત્ર/પૌત્રી : ઉપરના I, II, III ની ગેરહાજરીમાં

·         V. લાભાર્થી ઉપર પોતાનું અને પોતાના ઘરનું પાલન પોષણ થતું હોય અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન તેમણે લાભ મળવાપાત્ર

·         VI. ઉપરોક્ત દર્શાવેલ કિસ્સા સિવાયના તથા અમુક વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.


આ યોજનાનો લાભ કેવી રીતે મળે

  અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી ૧૫૦ દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે કરવાની રહેશે. 5 મહિના એટલેકે 150 દિવસ બાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં તેને રદ્દ કરવામાં આવશે. 





  • ગુજરાતમાં શિક્ષણકાર્ય ચાલુ કરવાનો નિર્ણય મોકુફ વિશે વધુ જાણવા અહી ક્લિક કરો.

દાવા અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો યાદી:



·          1)  અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્‍ટ- ૧,ર,૩, ૩(A),૪,અને ૫

·        2)  ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)

·        3) પી.એમ. રીપોર્ટ

·        4) એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમ

·        5) મૃતકનુ મરણનુ પ્રમાણપત્ર, ઉંમરનો પૂરાવો

·        6) સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ

·        7) કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ

·        8)  મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ

લાઇસન્સ

·        9) બાંહેધરી પત્રક

·       10) પેઢીનામુ

·       11)  વારસદારના કેસમાં અસલ પેઢીનામુ (પતિ / પત્ની વારસદાર ના હોય તેવા

કિસ્સામાં)

·        12)  વીમા નિયામકશ્રી દ્વારા માંગવામાં આવે તે






યોજનામાં થયેલ નોંધપાત્ર સુધારાઓ :


      નાણાં વિભાગ અંતર્ગત થયેલ તારીખ:.૨૫.૦૬.૨૦૦૭ ના ઠરાવથી રાજ્યના જુદા જુદા વિભાગો અને સંસ્થાઓ દ્વારા ચાલતી જુથ અકસ્માત વીમા યોજનાઓને ભેગી કરવામાં આવેલ, જેમાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનોં સમાવેશ થયેલ છે. તા.૦૧/૦૪/૨૦૦૮ થી ખેડૂત અકસ્માત સહાય યોજનાનો અમલ વિમા નિયામકશ્રી, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.


નાણાં વિભાગના તારીખ:૨૫.૦૬.૨૦૦૭ ના ઠરાવમાં સુધારાની જરૂરિયાત ઊભી થતાં તેમાં સુધારો કરી તારીખ: ૦૧.૦૪.૨૦૧૩ ના રોજ સર્વગ્રાહી ઠરાવ બહાર પાડવામાં આવેલ છે.


રાજય સરકારશ્રીને વખતોવખત સુધારાની જરૂરિયાત ઊભી થતાં ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં તા.૦૧/૪/૨૦૧૨થી ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ જીવિત સંતાન (પુત્ર/પુત્રી) ને તથા તા.૦૧.૦૪.૨૦૧૬થી ખાતેદાર ખેડૂતના પત્ની અને પતિનો સમાવેશ કરવામાં આવેલ હતો.


            ત્યારબાદ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તારીખ:.૧૩/૧૧/૨૦૧૮ ના સુધારા ઠરાવથી ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં સહાય ધોરણમાં વધારો કરવા,ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાનને બદલે કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી)ને લાભ આપવા તેમજ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં મહેસૂલી રેકર્ડમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતો આ યોજનામાં સમાવેશ કરવા ઠરાવવામાં આવેલ છે.

  • સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના વિશે વધુ જાણવા અહી ક્લિક કરો. 

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

વધુ નવું વધુ જૂનું